Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.
Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે. મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ...


Comments
Post a Comment