Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

                     

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ

જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે

દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે.

મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ્વાર્થ ભાવે કપડાં મોકલી આપે છે. આ વર્ષે પણ બંને દાતાઓ દ્વારા દીકરીઓ માટે કપડાં મોકલી આપ્યા છે, આ વિરાટ કાર્યને દીકરીઓ સુધી પહોચાડવા માટે દાહોદ જિલ્લાના જાલત ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દિવાળી પર્વને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને કપડાં, ખજૂર, પુસ્તક તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી શાળાઓમાં બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની તમામ દીકરીઓને દિવાળી પર્વને ધ્યાને રાખીને મુંબઈની પ્રિયા ક્રિએશનની ટીમ દ્વારા સ્ટાન્ડર્ડ કપડાંનું વિતરણ કરવામાં આવે છે. સરકારી શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે પછાત ઘરમાંથી આવતી હોય છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં ચારેબાજુ દિવાઓથી રોશની કરવામાં આવે છે. 

દિવાળીના આ પર્વને આવી દીકરીઓના જીવનમાં પણ પ્રકાશ પાડવા હેતુસર મુંબઈની દાતા કંપની દ્વારા વિના મુલ્યે દાહોદ જિલ્લામાં ભણતી દીકરીઓને કપડાંનું દાન આપવામાં આવે છે. આ તમામ કપડાં મુંબઈની કંપનીમાંથી વિનામૂલ્યે આવે છે. જરૂરિયાતમંદ પ્રદેશ - વિસ્તારોમાં જઈને કૃષ્ણ કર્મ કરતી આ ટીમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાની લગભગ ૪૦, ૦૦૦ જેટલી દીકરીઓને સ્ટાન્ડર્ડ કપડાં, પુસ્તક, ચવાણું તેમજ ખજૂરનું વિતરણ કરશે. 

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ ખુબ જ ઉમદા કાર્ય છે. દાહોદ જિલ્લાને ખરેખર આવા કૃષ્ણ કર્મીઓની જરૂર છે. મદદ કરવી એ સારી બાબત છે. દાહોદ જિલ્લામાં મુંબઈની આ દાતા કંપનીની જેમ અન્ય પણ આગળ વધીને આવા કાર્યોમાં જોડાય તે ઈચ્છનીય છે. એ સાથે એમણે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપતાં ઉમેર્યું હતું કે, તમે સૌ સારી રીતે આગળ વધીને પોતાના પગભર થાઓ જેથી કરીને કોઈની મદદની જરૂર ન રહે. સફળ થયેલ વ્યક્તિઓનું પણ કંઈક એવુ જ હોય છે. ક્લાસમાં સૌ વિદ્યાર્થીઓને સરખું જ ભણવાય છે પરંતુ આગળ જતાં એ જ સફળ થાય છે જે પોતાના પ્રયત્ન અને મહેનત સતત કરતાં રહે છે.

જીવનમાં બદલાવ લાવવા માટે આપણે પોતે જ આપણી પોતાની મદદ કરવાની છે. અને સાચી મૂડી તો આપણને આપવામાં આવતું શિક્ષણ છે, જેને સમય સાથે સમજીને એનો ઉપયોગ સારી રીતે કરવાનો છે. આપણે આપણા પોતાના માટે થઈને સ્વયં પ્રેરિત થવું પડશે. ધીરજ સાથે પ્રયત્ન કરતાં રહેવું અને છેલ્લી ઘડી સુધી સતત પ્રયત્ન અને મહેનત કરવાની છે.

નાયબ મામલતદારશ્રી હાર્દિક જોશીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની તમામ સરકારી બાળવાટિકા, પ્રાથમિક - માધ્યમિક શાળાઓ અને આશ્રમ શાળાઓ પાસેથી દીકરીઓનું લિસ્ટ મંગાવીએ છીએ. એ હિસાબે મુંબઈથી સામાન લાવીને શાળાના નામ સહિત જેટલી દીકરીઓ હોય એ સંખ્યાના આધારે કપડાં પેક કરીને જે - તે શાળા સુધી પહોંચતા કરીએ છીએ અને સામાન સીધા દીકરીઓને મળે તેવી વ્યવસ્થા પણ કરીએ છીએ. જો સામાનમાં કંઈ પણ ક્ષતિ જણાય તો તેને સાઈડ પર કરી દઈએ છીએ. તેઓ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૧૬ થી શરૂ કરેલ આ કૃષ્ણ કર્મ દરમ્યાન અત્યાર સુધી લગભગ અઢી લાખ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. 

આ નિમિતે તાલુકા પ્રા.શિ.અધિકારીસુશ્રી જીજ્ઞાબેન,નાયબ મામલતદાર શ્રી હાર્દિક જોશી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના શ્રી વિશાલ કિશોરી , બી.આર.સી.શ્રી રાજુભાઇ, સી.આર.સી. મુંબઈથી આવેલ ટીમ, અગ્રણી શ્રી ભરતસિંહ સોલંકી બાપુ, શાળા આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલ , શાળા સ્ટાફ તેમજ ગામના વડીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.