આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                                         

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું 

દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે.

કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે.

જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના તજજ્ઞ તરીકે પુસ્તક નિર્માણમાં સહયોગ પણ કર્યો છે. 

અરવિંદભાઈએ etv ચેનલને જણાવ્યું હતું કે, 'આજના વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષા પણ જરૂરી છે, પરંતુ તેના કારણે આપણી માતૃભાષાને વિશ કરવી ન જોઈએ, માતૃભાષાએ બીજી વ્યક્તિ સાથે વાતચીતમાં આત્મીયતા કેળવાય તે માટેની છે જો તમારી માતૃભાષામાં કોઈ વ્યક્તિ તમારી જોડે વાતચીત કરે તો તેની સાથે એક આત્મિયતા બંધાય છે અને તમને પણ એની સાથે વાતચીત કરવાની મજા આવે છે. ત્યારે ધોડિયા જાતિ માટે વિશેષ ધોડિયા બોલીએ પોતાની આગવી ઓળખ બની છે અને તેને જાળવી રાખવા માટે યુવાનોએ મોબાઇલ ઉપર ભલે અંગ્રેજીમાં વાતો કરતા હોય પરંતુ પોતાની માતૃભાષાને પણ જીવંત રાખવા માટે પ્રયાસ કરવો જોઈએ'

Post credit: etv bharat gujarat

Comments

Popular posts from this blog

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.