Surat|Mahuva: મહુવા તાલુકાની કાછલ સરકારી શિક્ષણ મહાવિદ્યાલયમાં ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી સ્નેહમિલન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.

 Surat|Mahuva: મહુવા તાલુકાની કાછલ સરકારી શિક્ષણ મહાવિદ્યાલયમાં ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી સ્નેહમિલન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો.

મહુવા તાલુકાની કાછલ સરકારી શિક્ષણ મહાવિદ્યાલય ખાતે ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી સ્નેહમિલન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષ ૨૦૨૨-૨૪ના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા બે વર્ષ દરમિયાન કરેલી વૈવિધ્યસભર પ્રવૃત્તિઓનો ચિતાર આપતો વાર્ષિક અંક 'કાછલી' નામે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. કોલેજના અધ્યાપક અશ્વિન અવૈયા દ્વારા સંપાદિત 'ગુજરાતી શબ્દવૈભવ શ્રેણી ભાગ-૨' નું વિમોચન કરાયું હતું. કોલેજના અધ્યાપક ડૉ. ભાવેશ ઠક્કરે ભાવવાહી શૈલીમાં કોલેજગીત રજૂ કર્યું હતું. ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓએ પ્રાસંગિક પ્રતિભાવો રજૂ કર્યા હતા. અધ્યાપકગણ વતી ડૉ. રોહિત વાળંદે અભિપ્રાય આપ્યો હતો.


              આ પ્રસંગે આચાર્યશ્રી ડો.હેતલ ટંડેલ, વાંસદા સરકારી બી.એડ. કોલેજના આચાર્ય ડો. દિલીપ ગામીત,  ડો.નીરજ રાજ્યગુરૂ, સામયિક સંપાદક પ્રા. અશ્વિન અવૈયા અને ડૉ. જિજ્ઞેશ રાઠોડ, પ્રા. ભરત મકવાણા, ડો. પ્રિયંકા પટેલ, પ્રા.રોશની પરમાર સહિત સમગ્ર સ્ટાફ, પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો: બાળમિત્રો માટે ઉલ્લાસભર્યો દિવસ

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.