Surat news: કામરેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોષણમાહ અભિયાનની 'સુરત પોષણમાહ કાર્યશાળા' યોજાઈ

  Surat news: કામરેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોષણમાહ અભિયાનની 'સુરત પોષણમાહ કાર્યશાળા' યોજાઈ

 કુપોષણ મુક્ત બાળ અને મહિલા લક્ષ્યાંકને સિદ્ધ કરવાનો અભિગમ: 

 સમાજમાં રહેલા કુરિવાજોથી દૂર રહીને બાળકનાં ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરતા મંત્રી ભાનુબેન બાબરિયા

-----------

અન્ન પ્રાસન, બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ કીટનું વિતરણ કરાયું

-----------

વ્હાલી દીકરી યોજના, મહિલા આર્થિક સ્વાવલંબન યોજના અને ગંગા સ્વરૂપા સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ 

-----------

સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. કુપોષણ મુક્ત ભારતના ધ્યેય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા સમગ્ર દેશમાં ૭માં પોષણ માહ ઉજવણી થઈ રહી છે. ત્યારે કામરેજના રામ કબીર શૈક્ષણિક સંકુલના દલપત રામા હોલ ખાતે પોષણમાહ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને 'સુરત પોષણમાહ કાર્યશાળા' યોજાઈ હતી.    

                      

મંત્રી ભાનુબેન બાબરીયાએ ‘પોષણ માહ’નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દ્વારા બાળકો અને મહિલાઓને કુપોષણ મુક્ત કરવા સપ્ટેમ્બર  મહિનાને પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નારી શક્તિના સશક્તિકરણ સાથે આગળ ધપાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ પોષણમાંહ થકી કુપોષણ મુક્ત બાળ અને મહિલાના લક્ષ્યને સિદ્ધ કરવાના અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.            

પોષણ માહ દરમિયાન મળતા સારા પરિણામનું કાર્ય એ એક દિવસનું નથી એમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, બાળકના જન્મ સમયે દરેક માતાએ ઘરગથ્થુ રિવાજથી દૂર રહેવું જોઈએ. બાળકના જન્મ સમયે કલાકમાં જ માતાનું દૂધ આપવું એ અમૃત સમાન હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. સાથે જ સમાજમાં રહેલા કુરિવાજોથી દૂર રહીને બાળકનાં ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. 

મંત્રી ભાનુબેને ખાસ કરીને બાળકના યોગ્ય ઉછેર અને જતન માટે જન્મ સાથે માતાનું દૂધ મળી રહે તેમજ પારણું અને હાલરડું એ આપણી પરંપરા જાળવી રાખવા ખાસ સૂચન કર્યું હતું. વધુમાં મંત્રી શ્રીએ બાળકોને પરંપરાગત રમતો રમવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. દીકરીઓને પોષણ યુક્ત આહાર અને શિક્ષણનો હક હોવાનું જણાવી આજની દીકરીઓ આવતીકાલની માતા અને સક્ષમ ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.     


મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર અને સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે, આંગણવાડી દ્વારા પુરક આહારનું વિતરણ થઈ થયું છે. કુપોષણ દૂર કરવા સખી મંડળની બહેનો સાથે મળીને સુરત મહાનગર પાલિકાએ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની તત્પરતા દર્શાવી ખૂબ સરાહનીય છે. સમગ્ર ગુજરાતમાં સુરત ઈકોનોમિક ગ્રોથ હબના વિકાસ સાથે માતા અને બાળકના પોષણ માટે આંગણવાડીની બહેનો વધું ધ્યાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ અવસરે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રે છેવાડાના વિસ્તારમાં રહેતા નાગરિકને કેન્દ્રમાં રાખીને અનેક જનકલ્યાણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સાથે જ દરેક આંગણવાડીમાં બાળક આવે ત્યારે માતાનું કાર્ય આંગણવાડી વર્કર બહેનો કરે છે. 

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ (ટીએચઆર)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મહિલા આર્થિક સ્વાલંબન યોજના અંતર્ગત સબસીડી સહાય સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પોષણમાહ કાર્યશાળામાં કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, ICDS વિભાગ ગુજરાતના જોઈન્ટ ડિરેક્ટર અવંતિકાબેન દરજી, તા . પંચાયત-જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લાઓના પી.ઓ., આઈ.સી.ડી.એસ., સી.ડી.પી.ઓ.ના સ્ટાફગણ સહિત આંગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#poshan #nutrition #nutritionmonth #poshanmaah #surat

Comments

Popular posts from this blog

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.