Dahod news : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

  

Dahod news : સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજાયો

દાહોદ જિલ્લાના જિલ્લા - તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.-પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

તમામ માતા - પિતાઓના સપનાને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમા છે.આગામી સમયમાં વિકસિત સમાજની સાથોસાથ વિકસિત દાહોદ તરફ આગળ વધવાનું છે.- સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર

કોઈપણ સમાજના નિર્માણનો આધાર શિક્ષકો છે. બાળકોને સાચો દિશા નિર્દેશ કરવામાં શિક્ષકોનો ફાળો અતુલ્ય છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે

દાહોદ : શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયા રૂપ છે. દેશનુ ભવિષ્ય જેવા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતરનું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે.  શિક્ષક દિન નિમિતે દાહોદના સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો ' શિક્ષક પારિતોષિક સમારોહ ' યોજવામાં આવ્યો હતો. 

મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય પછી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના, સ્વાગત ગીત તેમજ આદિવાસી નૃત્ય સાથે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 

આ પ્રસંગે મંત્રીશ્રી બચુભાઇ ખાબડએ પ્રાકૃતિક ખેતીની વાત રજુ કરતા જણાવ્યુ હતુ કે, નરેંદ્રભાઇ મોદીના ૨૦૪૭ ના વિકાસ વિઝનને સાકાર કરવા તરફ આપણે આગળ વધવાનુ છે ત્યારે શિક્ષકોએ શિક્ષક તરીકેની ગરીમાને જાળવી રાખી છે, ગામડુ કે શહેર, ગરીબ કે તવંગર તમામને વિકાસના પંથે લઇ જવાનુ શુભ કાર્ય પુરી જવાબદારીથી નિભાવવાનુ છે. કારણ કે,  બાળકો એ સમાજનુ ભવિષ્ય છે અને એ વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.
સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે શિક્ષક દિનના આ અવસરે તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે,  શિક્ષકનુ પદ, કાર્ય, કર્તવ્ય એ આપણા સમગ્ર સમાજના વિકાસ માટે છે, બાળકોનો વિકાસ એટલે સમાજનો વિકાસ. શિક્ષકોના હાથમા બાળકોની સાથે સમાજનુ પણ નિર્માણ રહેલુ છે. તમામ માતા - પિતાના સપનાને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમા છે. આગામી સમયમાં વિકસિત સમાજની સાથોસાથ વિકસિત દાહોદ બનવા તરફ આપણે આગળ વધવાનું છે.
શિક્ષક દિન નિમિતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યુ હતુ કે, કોઈપણ સમાજના નિર્માણનો આધાર શિક્ષકો છે. બાળકોને સાચો દિશા નિર્દેશ કરવામાં શિક્ષકોનો ફાળો અતુલ્ય છે. દરેક વિધ્યાર્થિઓને એક હરોળમા સમકક્ષ લાવવાની કામગીરી શિક્ષકોએ કરવાની છે. 
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવા ફળીયા, વર્ગ પ્રાથમિક શાળા, ગરબાડાના મદદનીશ શિક્ષકશ્રી શેખ મોહમ્મદ સિદ્દીક યુસુફભાઇ, બી. આર. સી. ભવન, દાહોદથી બી. આર. સી. કો., ઝાલોદથી શ્રી કલ્પેશકુમાર દીપસિંહ મુનિયા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગરબાડા, લીમખેડા, ઝાલોદ તેમજ દાહોદ તાલુકાના મળી એમ કુલ ૮ જેટલા મદદનીશ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક એનાયત કરવામાં હતા. 
શિક્ષક દિનને સ્પેશ્યલ દિવસ બનાવવા માટે પ્રાથમિક શાળાના વિધ્યા સહાયકોને પુરા પગારના આદેશ આપવા સાથે શાળાઓના વિધ્યાર્થીઓ કે જેઓએ અભ્યાસમા શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય તેવા વિધ્યાર્થિઓનુ પણ સ્ન્માન કરવામા આવ્યુ હતુ. 
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રી ઝાલોદ મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી ગરબાડા મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રભાઈ સોની, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ. એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એ. આર. બારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો '...

Posted by Info Dahod GoG on Thursday, September 5, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો: બાળમિત્રો માટે ઉલ્લાસભર્યો દિવસ

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.