નર્મદા : રાજપીપલા ટાઉન હોલ ખાતે મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા-તાલુકાનું સન્માન શાલ-પ્રમાણપત્ર અને બુકેથી નવાજ્યા,

 નર્મદા : રાજપીપલા ટાઉન હોલ ખાતે મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા-તાલુકાનું સન્માન શાલ-પ્રમાણપત્ર અને બુકેથી નવાજ્યા, 


તેજસ્વી તારલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

શિક્ષક દિન, ૫મી સપ્ટેમ્બર-૨૦૨૪- નર્મદા જિલ્લો
--------
'શિક્ષક કભી સાધારણ નહીં, હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ - ચાણક્ય'
-------  
૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિને ગૌરવ અને ગરિમામય કાર્યક્રમ રાજપીપલા ટાઉન હોલ ખાતે મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા-તાલુકાનું સન્માન શાલ-પ્રમાણપત્ર અને બુકેથી નવાજ્યા, તેજસ્વી તારલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
------
જિલ્લા કક્ષાના બે શિક્ષકોને રૂપિયા ૧૫,૦૦૦ અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા ૫૦૦૦ના ચેક આપી સન્માનિત કરાયા
------
જ્ઞાન સાધના પ્રતિભાશાળી ૭ વિદ્યાર્થીઓ અને CET ના પ્રતિભાશાળી ૮ વિદ્યાર્થી અને વય નિવૃત્ત થયેલા માધ્યમિકના મદદનીશ ૧૬ શિક્ષકો તથા પ્રાથમિક શાળાના ૩૧ નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભેર સન્માન કરાયું


રાજપીપલા, ગુરૂવાર : નર્મદા જિલ્લામાં તા.૦૫મી સપ્ટેમ્બર, "શિક્ષક દિન-૨૦૨૪" નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાની શાળાઓમાં લાંબી સેવા બજાવી નિવૃત્ત થયેલા આચાર્યશ્રીઓ, પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સારસ્વતશ્રીઓ અને જિલ્લામાં વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધી હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.  


જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા બે શિક્ષકો પૈકી પ્રાથમિક શાળામાં શિક્ષણ શ્રેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા નાંદોદ તાલુકાની જીઓર પાટી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી પ્રવિણાબેન એસ. પાટણવાડિયા અને માધ્યમિક શાળામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા દેડિયાપાડા તાલુકાની છેવાડાની ડુમખલ સરકારી માધ્યમિક શાળાના શિક્ષકશ્રી સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવાને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાના હસ્તે સન્માનિત કરાયા હતા. આ શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા ૧૫,૦૦૦નો રોકડ પુરસ્કારનો ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા ૫૦૦૦ ના રોકડ પુરસ્કારનો ચેક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. 

જિલ્લામાં સમયાંતરે રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ લક્ષી સ્કોલરશીપ પરીક્ષાઓ યોજાય છે. તેમાં જિલ્લામાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનારા જ્ઞાન સાધનાના પ્રતિભાશાળી ૭ વિદ્યાર્થીઓ અને CET ના પ્રતિભાશાળી ૮ વિદ્યાર્થી તેમજ વય નિવૃત્ત થયેલા માધ્યમિકના મદદનીશ ૧૬ શિક્ષકો તથા પ્રાથમિક શાળાના ૩૧ નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભેર સન્માન કરાયું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવીએ શિક્ષક દિને સંબોધન કરતા જણાવ્યું હતું કે, માતા-પિતા પછી બાળકોનો ઉછેર-બાળકોને ઘડવાનું કામ શિક્ષકો કરે છે. સંસ્કારો, કેળવણી, શિક્ષક એ માત્ર શબ્દ નથી તે સમાજમાં એક વિશેષ વ્યક્તિ છે. વિદ્યારૂપી જ્ઞાન આપે છે. સાથે સારા નાગરિક બનવાનું શીખવે છે. વિદ્યાર્થીઓએ જીવનમાં ક્યારેય હાર ન માનવી સતત પ્રયત્નો કરતા રહેવું. આજના દિવસે શિક્ષક ગુરૂને સન્માન કરવાની મને તક મળી તે બદલ ગૌરવ અને આભાર વ્યક્ત કરૂં છું. અને સન્માનિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આજના દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરવા શુભેચ્છા પાઠવું છું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી પોતાના ગુરૂજનોને યાદ કરીને નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી. સાથો સાથ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખે તેવો અનુરોધ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી નિવૃત્ત સારસ્વતશ્રીઓને નિરોગી જીવનની પ્રાર્થના કરી ભવિષ્યમાં જ્યારે શાળાઓને જરૂરિયાત જણાય ત્યારે શિક્ષણના કાર્યમાં સહયોગી બનવા આહવાન કર્યું હતું. 

શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો: બાળમિત્રો માટે ઉલ્લાસભર્યો દિવસ

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.