ગુજરાત રાજ્યના 28 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન માટે 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'થી સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાત રાજ્યના 28 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન માટે 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'થી સન્માનિત કરવામાં આવ્યા
આજે 'શિક્ષક દિન' નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્હસ્તે રાજ્યના 28 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન માટે 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાના 10 લાભાર્થી વિદ્યાર્થીઓનું પણ તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.


મુખ્યમંત્રીશ્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને હંમેશા શિક્ષણ ક્ષેત્રે અનોખા અને મોટા પ્રયોગો સાથે અમૃતકાળ માટે અમૃતપેઢીની રચના કરવામાં અગ્રેસર ગણાવ્યું છે અને તેમાં શિક્ષક સમુદાયનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અનેક નવીન અને પરિણામલક્ષી પહેલ થકી રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે પ્રત્યેક બાળક માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ગુણવત્તાસભર શિક્ષણ.


આજે 'શિક્ષક દિન' નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ...
Posted by Dr Kuber Dindor on Thursday, September 5, 2024
Comments
Post a Comment