Posts

Showing posts from September, 2024

તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.

Image
તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું. તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા, શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળીયા પ્રાથમિક શાળામાં ખેરગામ જય ચામુંડા ફેબ્રિકેશનનાં માલિક ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું. 💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐 પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ  શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ  પહાડ ફળિયા અને વેણ ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ

Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

Image
Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ. Surat : ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ------ ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ ------ વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ------  કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.                 આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સુરતવાસ...

Surat news: કામરેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોષણમાહ અભિયાનની 'સુરત પોષણમાહ કાર્યશાળા' યોજાઈ

Image
  Surat news: કામરેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોષણમાહ અભિયાનની 'સુરત પોષણમાહ કાર્યશાળા' યોજાઈ  કુપોષણ મુક્ત બાળ અને મહિલા લક્ષ્યાંકને સિદ્ધ કરવાનો અભિગમ:   સમાજમાં રહેલા કુરિવાજોથી દૂર રહીને બાળકનાં ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરતા મંત્રી ભાનુબેન બાબરિયા ----------- અન્ન પ્રાસન, બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ કીટનું વિતરણ કરાયું ----------- વ્હાલી દીકરી યોજના, મહિલા આર્થિક સ્વાવલંબન યોજના અને ગંગા સ્વરૂપા સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ  ----------- સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. કુપોષણ મુક્ત ભારતના ધ્યેય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા સમગ્ર દેશમાં ૭માં પોષણ માહ ઉજવણી થઈ રહી છે. ત્યારે કામરેજના રામ કબીર શૈક્ષણિક સંકુલના દલપત રામા હોલ ખાતે પોષણમાહ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થા...

Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ :

Image
 Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ : વિશ્વ હડકવા દિવસ-૨૦૨૪, જિલ્લો ડાંગ (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૨૯: તારીખ ૨૮મી સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ હડકવા દિવસ' નિમિત્તે ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા 'હડકવાની સીમાઓ તોડવી' થીમ આધારિત માર્ગદર્શન શિબિર યોજવામા આવી હતી.  આ માર્ગદર્શન શિબિરમા મેડિકલ ઓફિસરો દ્વારા લોકોને હડકવા અંગે માહિતી આપવામા આવી હતી. જેમા હડકવા માટે શું તકેદારી રાખવી, અને શું ધ્યાન રાખવુ, એના માટે કઈ રસી લેવી જેવી બાબતોએ વિગતે ચર્ચા કરવામા આવી હતી. *૨૮ સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?* આ દિવસ હડકવા નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે. તા.૨૮મી સપ્ટેમ્બરે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી, અને માઇક્રોબાયોલોજિસ્ટ, જેમણે હડકવાની પ્રથમ રસી વિકસાવી હતી, તે લુઇસ પાશ્ચરની મૃત્યુની વર્ષગાંઠ પણ છે.

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Image
 Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વ...

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

Image
 ઐતિહાસિક ડુંગર  : પારનેરા, વલસાડ, ગુજરાત  પારનેરા એ ઐતિહાસિક ટેકરી છે જે વલસાડ નજીક અતુલમાં આવેલી છે. પારનેરા ટેકરી ઐતિહાસિક કિલ્લા અને ઐતિહાસિક મંદિર માટે પ્રખ્યાત છે. - પારનેરા ટેકરી તેના ઇતિહાસ માટે પણ પ્રખ્યાત છે જે મહારાજા શિવાજી સાથે સંબંધિત છે. પારનેરા ટેકરી સંપૂર્ણ રીતે હરિયાળીથી ભરેલી છે. -વલસાડથી પારનેરા ટેકરીનું અંતર લગભગ 7 કિમી છે. - અહીં પ્રખ્યાત કાલિકા માતા મંદિર અને ચંડિકા માતા મંદિર છે. ભગવાન શિવનું મંદિર પણ પારનેરા ટેકરી પર આવેલું છે. -પારનેરા ડુંગરમાં પણ ધર્મનો અનોખો સમન્વય છે. -કારણ કે ચંડિકા માતાના મંદિર પાસે એક પીર પણ આવેલું છે. તે ચાંદ પીર બાબાના પીર છે. ઐતિહાસિક કિલ્લો પારનેરા ટેકરી પર આવેલો છે. -ઈતિહાસ કહે છે કે પારનેરા કિલ્લો મહારાજા શિવાજીએ દુશ્મનો સામે લડવા માટે બનાવ્યો હતો લોકોનું કહેવું છે કે મહારાજા શિવાજીએ પોતાના ઘોડા સાથે આ કિલ્લા પરથી કૂદકો માર્યો હતો. -પારનેરા ટેકરી ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. - તે ટેકરીની આસપાસ રહેતા લોકો માટે મોર્નિંગ વોક માટેનું સ્થળ છે. પારનેરા ડુંગર એક સારું ટ્રેકિંગ સ્થળ છે. -અતુલ લિમિટેડ પારનેરા ટે...

નિઝર તાલુકામાં સખીમંડળની બેનો ધ્વરા વર્મી કોમ્પોસ કેવી રીતે બનાવવું, આપણી આસપાસ સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે અંગે બહેનોને માહીગાર કરાયા

Image
 નિઝર તાલુકામાં  સખીમંડળની બેનો ધ્વરા વર્મી કોમ્પોસ કેવી રીતે બનાવવું, આપણી આસપાસ સ્વચ્છતા  કેવી રીતે જાળવવી તે અંગે બહેનોને માહીગાર કરાયા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સખી ટોક થીમ પર આજ રોજ તાલુકા નિઝરમાં સખીમંડળની બેનો ધ્વરા વર્મી કોમ્પોસ કેવી રીતે બનાવવું, આપણી આસપાસ સ્વચ્છતા કેવી રીતે જાળવાવી તે અંગે બહેનોને માહીગાર કરાયા #teamtapi #SwachhtaHiSeva2024 #SwachhataHiSeva @CMOGuj @PMOIndia pic.twitter.com/bmbyynG82n — Info Tapi GoG (@infotapigog24) September 28, 2024 સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત  સખી ટોક થીમ પર આજ રોજ તાલુકા નિઝરમાં  સખીમંડળની બેનો ધ્વરા વર્મી કોમ્પોસ કેવી રીતે બનાવવું, આપણી આસપાસ સ્વચ્છતા  કેવી રીતે જાળવવી તે અંગે બહેનોને માહીગાર કરાયા

ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન

Image
ધરમપુરના વાઘવળમાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન ‘એક પેડ માં કે નામ’ અભિયાન --- ઘરમાં દીકરા -દિકરીના જન્મ સમયે, જન્મદિવસ નિમિત્તે એક એક વૃક્ષ તો વાવવું જ જોઈએ - મંત્રીશ્રી મુકેશભાઈ --- લાયો ફિલાઈઝ્ડ સ્નેક વેનમ અને એન્ટી સ્નેક વેનમ બનાવતી કંપનીઓને સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું 

Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :

Image
 Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ : પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ : એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ.  વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શ...