Dang news : આ રહ્યા ડાંગ જિલ્લાના સન્માનના હક્કદાર સારસ્વતો:

 Dang news : આ રહ્યા ડાંગ જિલ્લાના સન્માનના  હક્કદાર સારસ્વતો:

એક રાજ્ય પારિતોષિક, ચાર જિલ્લા કક્ષાના અને પાંચ તાલુકા કક્ષાના પારિતોષિકો સાથે ડાંગ જિલ્લો ઉજવશે શિક્ષક દિવસ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવી છે. 

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીને મળેલ દરખાસ્તમાં ચકાસણી/મૂલ્યાંકન/નિરીક્ષણ અને ગુણાંકન પત્રક મુજબ કચેરી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોની યાદી તૈયાર કરવામાં આવી છે. 

જેમાં તાલુકા કક્ષાએ કુલ પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં (૧) શ્રીમતી સંધ્યાબેન ધનસુખભાઇ ગામિત, ઉપ શિક્ષક, પ્રા.શાળા ચિંચલી, (૨) શ્રી સતિષકુમાર જીતેન્દ્રભાઇ ગોહિલ, મુખ્ય શિક્ષક, પ્રા.શાળા ડોન, (૩) શ્રી ગણેશભાઇ બુધ્યાભાઇ માવચી, પ્રા.શાળા ટીમ્બરથવા, (૪) શ્રીમતી જ્યોતી રમેશભાઇ ચૌહાણ, પ્રા.શાળા બરડીપાડા, અને (૫) શ્રી મનિષભાઇ છોટુભાઇ પટેલ પ્રા.શાળા, સાવરખડી સહિત, જિલ્લા કક્ષાએ કુલ ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

જેમાં (૧) શ્રી જયેશભાઇ દીનુભાઇ પટેલ, ઉપ શિક્ષક, પ્રા.શાળા, કોસમાળ, (૨) શ્રીમતી અમૃતાબહેન પુનાભાઇ પટેલ, મદદનીશ શિક્ષક, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વઘઇ, (૩) શ્રીમતી ફાલ્ગુનીબેન ચંદુભાઇ પટેલ, મદદનીશ શિક્ષક, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, સારકપાતળ, અને (૪) શ્રી ભાવેશકુમાર હેંમતકુમાર ખડગે, પ્રા.શાળા, ચિકટીયા ઉપરાંત,

ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા-આહવાના શિક્ષિકા સુશ્રી બીજુબાલા પટેલની, માધ્યમિક વિભાગમાંથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવા પામી છે.

Gujarat Information CMO Gujarat

Comments

Popular posts from this blog

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.