વિશ્વ આદિવાસી દિન વિશેષ: નવસારી જિલ્લો

 વિશ્વ આદિવાસી દિન વિશેષ: નવસારી જિલ્લો 

નવસારી જિલ્લામાં આદિજાતિ લોકોના વિકાસનો ૫થ એટલે વનબંધુ કલ્યાણ યોજના

પ્રાયોજના વહિવટદારની કચેરી અંતર્ગત વિવિધ યોજનાના લાભો થકી આદિવાસીઓને પગભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસ

-વૈશાલી પરમાર

નવસારી તા.૦૮: આદિવાસી બાંધવોના વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ કટિબધ્ધ રહી છે. સમગ્ર રાજ્યમાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને વરેલી કચેરી એટલે પ્રાયોજના વહિવટદારની કચેરી. જેમા આવેલી અનેકવિધ યોજનાઓના માધ્યમ થકી આદિવાસી બાંધવો સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ લઇ દેશના વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. નવસારી જિલ્લો પણ મહત્તમ આદિવાસી પ્રજા ધરાવતો જિલ્લો છે. આદિવાસી પ્રજા એટલે ભોળી અને સરળ મિજાજી પ્રજા. જ્યા આવી પ્રજા હોય ત્યા જિલ્લા તંત્રની જબાબદારી વધી જતી હોય છે. પરંતું કર્તવ્યનિષ્ઠાને વરેલા નવસારી જિલ્લાના અધિકારી કર્મચારીશ્રીઓ આદિવાસી સમાજને સરકારશ્રીની યોજનાના લાભ આપવામાં ક્યાય ખોટ આવા દિધી નથી. વિવિધ યોજનામાં મળતી આંકડાકિય વિગતો આ બાબતની સિધ્ધિ દર્શાવે છે. 


વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા આર્થીક રીતે પગભર બનાવવાનો પ્રયાસ

નવસારી જિલ્લા પ્રાયોજના વહિવટદારની કચેરીમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ર૦ર૩-ર૪ દરમ્યાન થયેલ કામગીરી અંગે વિગતવાર જોઇએ તો, આદિજાતિ કુટુંબો માટે રોજગારલક્ષી કાર્યક્રમો અવારનવાર થતા હોય છે. જેમાં નવસારી જિલ્લાના ૧૯૯૨ લાભાર્થીઓને ર.૪૩૨.૬૫ લાખની સહાય, વિવિધ ખેતી યોજનામાં ૯૩૭ લાભાર્થીને સહાય, ૬૩૧ લાભાર્થીઓને દુધાળા પશુ સહાય યોજના અંતર્ગત લાભ, ૩૨ લાભાર્થીઓને બકરા ઉછેર યોજના, ૪૦૫ લાભાર્થીઓને મંડપ સહાય યોજના અને ૭૩ લાભાર્થીઓને ટિસ્યુ કલ્ચર કેળ સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે.

વનબંધુના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની ગુણવત્તા અને ઉચ્ચ અભ્યાસ ઉ૫ર પણ વિશેષ ભાર

વનબંધુના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની ગુણવત્તા અને ઉચ્ચ અભ્યાસ ઉ૫ર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. જેના માટે નવસારી જિલ્લામાં શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ, ઓરડા, ટોયલેટ બ્લોક, વેન્ડીગમશીન, મઘ્યાહન ભોજન શેડ  જેવી ભૈતિક સુખ સુવિધામાં વધારો કરવા રૂ.૩૯૩.૫૩ લાખના ૧ર૯ કામો, આંગણવાડી મકાન / શેડના રૂ.૮૭.૦૦ લાખના ૧૬ કામો, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ૪ વિદ્યાર્થીઓને રૂ.૫ર.૫૦ લાખની લોન અને વોકેશનલ ટ્રેનીગ કોર્ષ તાલીમ અને પ્લેસમેન્ટ માટે રૂ.૮ર.૪૩ લાખની સહાય આપવામાં આવી છે. 

 સૌના માટે આરોગ્ય : સૌના માટે ઘર

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધાર લાવવા માટે સતત પ્રયાસો કર્યા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના તેમના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિસ્તારોની મહિલા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવા માટે દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લાખો આદિજાતિ મહિલાઓ અને બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે. નવસારી જિલ્લામાં દુઘ સંજીવની યોજના હેઠળ ૧ થી ૮ ધોરણના કુલ ૫૦,૦૯૪ બાળકોને પોષ્ણ મળી રહે તે માટે રોજિંદા અલગ અલગ ફલેવર વાળા દુઘના પાઉચ આ૫વા માટે રૂ.૮૦ર.૦૭ લાખ સહાય આપવામાં આવી છે. પાકા ઘરનું સ્વપ્નને પુરુ કરતી યોજના એટલે બોર્ડર વિલેજ અને હળ૫તિ છ પાયાની સુવિધા જેમાં આવાસ યોજના માટે રૂ.૧૮૪૦.૦૦ લાખના ખર્ચે ૧પ૩૪ લાભાર્થીઓને પાકા આવાસ બનાવવામાં આવ્યા છે. 

આટલુ જ નહિ સિંચાઇ માટે આદિજાતિ ખેડુતો માટે ડ્રીપ ઈરીગેશનની યોજના GGRCની સહાય ૫છીની ૧૪% પુરક સહાય માટે રૂ.૮૭.પર લાખના ખર્ચ પર૧ લાભાર્થીઓને આ યોજના લાભકારક નિવડી છે. વનની કેડી કંડારતા આદિવાસી બાંધવોને બારમાસી રસ્તા આપી તેઓની ગતીને વેગ અપાવ્યો છે. નવસારી જિલ્લામાં રૂ.ર૬૩.૪૬ લાખના ખર્ચે ૮૭ કામ કરી ર૦.૪૦ કી.મી.ના બારમાસી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

'સૌનો સાથ સૌનો વિકાસ' સુત્રને મૂર્તિમંત્ર કરનારા ગુજરાતના લોકલાડિલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર પીડિતો અને વંચિતોના સર્વાંગી વિકાસની નેમ ધરાવે છે. ત્યારે આ નેમ પુરી કરવામાં નવસારી જિલ્લા તંત્ર પણ સક્રિય ભાગીદારી નોંધાવી રહી છે. 

#TeamNavsari #gujarat #vishvaaadivasidin #WorldIndigenousDay 

Gujarat Information CMO Gujarat PMO India Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India

*વિશ્વ આદિવાસી દિન વિશેષ:* *નવસારી જિલ્લામાં આદિજાતિ લોકોના વિકાસનો ૫થ એટલે વનબંધુ કલ્યાણ યોજના* - *પ્રાયોજના...

Posted by Info Navsari GoG on Thursday, August 8, 2024

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો: બાળમિત્રો માટે ઉલ્લાસભર્યો દિવસ