Tapi news : જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
Tapi news : જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી (માહિતી બ્યુરો,તાપી) તા.૩૦: ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે” ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે" જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. "નેશનલ સ્પોર્ટ્સ ડે" નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ડી.એલ.એસ.એસ. કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્ય...