કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

 કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


ભુજ, મંગળવાર:

 ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત ખેડૂતોને માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટરશ્રી અમતિ અરોરા દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને તાજેતરમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે.તલાટીએ તમામ સભ્યોને આવકારીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિને આપી હતી. 

 આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પાંચ ગ્રામ પંચાયતના કલસ્ટરદીઠ તાલીમ, જિલ્લા અને તાલુકાકક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો, ખેડૂતલક્ષી યોજનાઓમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રાથમિકતા, પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલ ફાર્મની રચના, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, પ્રાકૃતિક કૃષિનો બહોળો પ્રચાર પ્રસાર, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની જમીનમાં સેન્દ્રિય કાર્બનની ટકાવારી, જમીન નમૂનાઓનું લેબમાં પરિક્ષણ, જીવામૃત અને ઘનામૃત બનાવવા માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સહાય યોજનાઓ અને કલસ્ટર નોડલ અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વગેરે બાબતોની સમીક્ષા કરીને જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ તે રીતે આયોજન કરવા માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાકૃતિક પેદાશો લોકો સુધી સરળતાથી ઉપલબ્ધ થાય એવું આયોજન ખેડૂતો સાથે સંકલન કરીને કરવા સૂચના આપી હતી. 

 આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, નાયબ પશુપાલન નિયામકશ્રી એચ.એમ.ઠક્કર, નાયબ ખેતી નિયામક વિસ્તરણશ્રી પી.કે.પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી મનિષ પરસાણિયા, આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી કલ્પેશ મહેશ્વરી, જિલ્લા સંયોજકશ્રી દેવશીભાઈ પરમાર તેમજ સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. 


*કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ* ૦૦૦૦૦ ભુજ,...

Posted by Info Kutch GoG on Tuesday, July 9, 2024

Comments

Popular posts from this blog

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો: બાળમિત્રો માટે ઉલ્લાસભર્યો દિવસ