Navsari (Jalalpor) : “રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” અંતર્ગત જલાલપોર તાલુકાનો બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
Navsari (Jalalpor) : “રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” અંતર્ગત જલાલપોર તાલુકાનો બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
૧૪૩ જેટલા ખેડૂતોને ડાંગર, ફળપાકો અને શાકભાજી પાકો માટે વિનામુલ્યે બિયારણ કીટ વિતરણ કરાયું
નવસારી, તા.૨૧: હાલનાં સમયમાં રાજ્યનાં ખેડૂતો દ્વારા વધુ ઉત્પાદન મેળવવા માટે આડેધડ ખાતર અને દવાઓનાં વપરાશને લીધે જમીનની ઉત્પાદકતા અને ગુણવત્તામાં ખુબ ઘટાડો થવા પામેલ છે. જેના ઉપાયરૂપે ખાતર અને દવાઓનો વિવેકપુર્વક ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત ઝેરી ખાતરો અને દવાઓનાં ઉપયોગથી મનુષ્યનાં સ્વાસ્થ્ય ઉપર પણ ખતરનાક અસરો થાય છે. આ અસરોને નિવારવા તેમજ રસાયણમુક્ત ખાતરો અને દવા સમયસર મળી રહે તથા તેનાં ઉપયોગથી જમીનની ગુણવત્તા સુધારવા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, નવસારી દ્વારા “રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” અમલમાં છે. જે અંતર્ગત રસાયણમુક્ત ખેતી કરવા માંગતા ખેડુતોને ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ તેમજ ખાતર-દવા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે.
જે અંતર્ગત જલાલપોર તાલુકાનો “રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” હેઠળ ડાંગર, ફળપાકો અને શાકભાજી પાકો માટે વિનામુલ્યે બિયારણ કીટ વિતરણ કાર્યક્ર્મ જલાલપોર તાલુકામાં આવેલ મરોલી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી, મરોલી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતનાં સભ્ય શ્રીમતી અનિતાબેન પટેલ, જલાલપોર તાલુકા પંચાયત સભ્ય શ્રી મનીષભાઇ કારોલીયા અને શ્રી જગુભાઈ આહિર, મદદનીશ ખેતી નિયામક્શ્રી (પે.વિ.), ચીખલી શ્રી કેતુલભાઈ બી. રાણા, તેમજ ખેતીવાડી ખાતાનાં કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને માહિતગાર ખેતીવાડી વિભાગની વિવિધ યોજના અંગે માહિતગાર કર્યા બાદ પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓના વરદ હસ્તે ખેડૂતોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા સ્થળ પરથી કુલ ૧૪૩ ખેડૂતોને રસાયણમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ કીટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
*“રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ” અંતર્ગત જલાલપોર તાલુકાનો બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.* *૧૪૩ જેટલા...
Posted by Info Navsari GoG on Friday, June 21, 2024
Comments
Post a Comment