Navsari: નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ

Navsari : નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ
- નવસારી,તા.૨૮: ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ અને નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીને અનુલક્ષીને સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સચિવશ્રીને પ્રિમોન્સુન કામગીરી બાબતે, જિલ્લામાં પુરની પરિસ્થિતીને ટાળવા લેવાયેલ જરૂરી એક્શન બાબતે, આગામી વરસાદી સિઝનમાં આરોગ્ય વિભાગ, પાણી પૂરવઠા, નગરપાલિકા, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત વિવિધ વિભાગે કરેલ આગોતરી તૈયારીઓ અંગે અવગત કર્યા હતા. વધુમાં વિવિધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ સંલગ્ન બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી આર.વૈશાલી સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦ #TeamNavsari #navsari #meeting Gujarat Information CMO Gujarat @collectornavsari PMO India

Comments

Popular posts from this blog

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.