ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘યોગ સપ્તાહની ઉજવણી

 ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘યોગ સપ્તાહની ઉજવણી’:

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: તારીખ ૨૧ જુન 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે, ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, તેમજ કોલેજોમાં તારીખ ૧૪ જૂન થી ૨૧ જૂન સુધી ‘યોગ સપ્તાહની ઉજવણી’ કરવામાં આવી રહી છે. 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૧ જુનના રોજ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી સંદર્ભે વિદ્યાર્થીઓને યોગા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. 

તમામ વિદ્યાર્થીઓને સુર્ય નમસ્કાર, પ્રાણાયામ, ઉભા આસન, બેઠાં આસન તેમજ સુતા આસન જેવાં વિવિધ યોગના અભ્યાસો કરાવવામાં આવી રહ્યાં છે. જેમાં ગ્રામ્ય વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

-

ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘યોગ સપ્તાહની ઉજવણી’: - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: તારીખ ૨૧ જુન 'વિશ્વ...

Posted by Info Dang GoG on Wednesday, June 19, 2024

Comments

Popular posts from this blog

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.