Dang news: ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવા સેતુ કાર્યક્રમ :
Dang news: ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો સેવા સેતુ કાર્યક્રમ : સેવા સેતુ કાર્યક્રમ : દસમો તબક્કો, જિલ્લો ડાંગ આહવા તાલુકાના ચિકટીયા અને વઘઈ તાલુકાના નડગચોંડ ખાતે યોજાયા સેવા સેતુના કાર્યક્રમો : (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૪: રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે, તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન ગણાય છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાય શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી, ડાંગ જિલ્લામા સેવા સેતુના દસમા તબક્કાનો પ્રાંરભ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમના અનુસંધાને વઘઈ તાલુકાના નડગચોંડ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે બીજો કાર્યક્રમ આહવા તાલુકાના ચિકટીયા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આ સેવા સેતુના કાર્યક્રમમા સરકારના જુદાં જુદાં કુલ ૧૩ વિભાગની કુલ પચાસથી ...


Comments
Post a Comment