ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લાના હોદેદારો, આગેવાનો, અધિકારીઓ, નગરજનો અને બાળકો સાથે જોડાઇને યોગ સંદેશ આપ્યો હતો. તે સાથે માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી યોગ સંદેશ સાંભળી પ્રેરણા મેળવી હતી. આજે સમગ્ર વિશ્વ જ્યારે #InternationalYogaDay ઉજવી રહ્યું છે ત્યારે, ચીખલી ખાતેથી જિલ્લાના હોદેદારો, આગેવાનો, અધિકારીઓ,... Posted by Naresh Patel on Thursday, June 20, 2024
Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી. મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે, જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી મીનેશભાઇ પટેલે શુભેચ્છાઓ પાઠવી છે.
Comments
Post a Comment