આજે આદિવાસીઓનો મહાપર્વ દિવાસો સફળતા પૂર્વક વાવણી બાદ સોળે કળાએ ખીલી ઉઠેલી લીલીછમ ધરતીના વધામણા અને મા પ્રકૃતિના આભાર, અભિવાદન માટે ઉજવાતો તહેવાર એટલે દિવાસો. દ.ગુજરાતના આદિવાસીઓ પ્રકૃતીને પૂજવામાં માને છે. પ્રકૃતિ એજ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા, વાયુ પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પોતાના દેવ માનીને પુજવામાં માને છે. જેઓને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવોના નામ લઈને રાજીનું ગાંયણુ કરવામાં આવે છે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા ઉપરાંત અન્ય આદિવાસી સમાજની વસ્તી ધરાવતા અન્ય વિસ્તારોમાં પણ દિવાસનો તહેવાર ઉજવાય છે. તો અન્ય કેટલાક ગામોમાં -દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનું રાખવામાં આવે છે. તો કેટલાક ગામોમાં મંગળવારે કા તો બુધવારે પણ દેવ પુજાતા હોય છે. નક્કી કરવામાં આવેલા તહેવારની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામના કોટવાળાને ગામ દ્વારા સુચના આપવામાં આવે છે. તે પ્રમાણે તે ફળીયે જઈને પોતાની આગવી શૈલીમાં દિવાસો કરવાનો છે, નજીકના સ્થળે હાટ હાટ ભરવા સુધ...
Comments
Post a Comment