Posts

Khergam|Bahej Pri.school: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા

Image
Khergam|Bahej Pri.school:  ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા ખેરગામ : 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન ...

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

Image
Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ. *માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત  ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા.  #VikasSaptah #23yearsofsuccess Post courtesy: info Tapi gog 

Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા

Image
      Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા  નવસારી,તા.૧૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બહારથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.  આજરોજ વાંસદા તાલુકાના મનપુર ગામે ખેડૂતશ્રી નાનુભાઇ ગાવિંતના મોડલ ફાર્મ ખાતે ખેડૂત બહેનો-૩૦ અને ભાઈઓ-૫૨, નવસારી તાલુકાના મોગાર ગામે ૫૧ ખેડૂત બહેનો, ચીખલી તાલુકાના બામણવાડા ગામ ખાતે ખેડૂતશ્રી ગમનભાઇ દેવજીભાઇના મોડલફાર્મ ખાતે ખેડૂત બહેનો-૫૭ અને ભાઈઓ-૦૭, ગણદેવી તાલુકાના વડસાગળ ગામે નરેશભાઈ એલ પટેલના મોડલ ફાર્મ ખાતે ૪૩ ખેડૂત બહેનો, ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી...

Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો. ખેરગામ : ચીખલી તાલુકાના ધેજ ગામની ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા આચાર્ય અનિલ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલીના ધેજ ગામની ઝાડી ફળિયામાં છેલ્લા ૨૬-વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના જ દુકાન ફળિયાના રહીશ અનિલભાઈ વેસ્તાભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ,ઉપપ્રમુખ રમેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ ઉપરાંત તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. અનિલભાઈને શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિભેટ આપવામાં આવી હતી. અનિલભાઇ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Dahod|19મી ગ્રામીણ ઓલિમ્પિક : રમત ગમત સંકુલ દેવગઢ બારીયા ખાતે 19મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Image
 Dahod|19મી ગ્રામીણ ઓલિમ્પિક : રમત ગમત સંકુલ દેવગઢ બારીયા ખાતે 19મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 19મી ગ્રામીણ ઓલિમ્પિક રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. દાહોદ:- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ હેઠળ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંઘીનગર ખાતે સંકુલ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં 19મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી પરંપરાગત રમત-ગમતને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ લોકોમાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા અને તેનું માધ્યમીકરણ કરવા ઓલિમ્પિક મહોત્સવની સાચી દિશા શરૂઆત કરી હતી.   ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે અને વિજેતા ખેલાડીઓને રોકડ ઈનામો પણ આપવામાં આવશે. રમતગમત વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે, આ ગ્રામીણ ઓલિમ્પિકમાં 100 મી...

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Image
Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ...

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Image
કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ ૦૦૦૦ ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન  ૦૦૦૦ ભુજ, મંગળવાર   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામાં, ઉદ...