Posts

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો.

Image
 તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું.

Image
Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું. તારીખ ૨૧-૦૯-૨૦૨૪નાં દિને ઉપરોક્ત વિષય અન્વયે આગામી રજી(બીજી)ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. તેમજ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છતા ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે.જેના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.રજી(બીજી)ઓક્ટોબર ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જે અન્વયે રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરીને પ્રધાન્યતા ધ્યાને લઈ સમગ્ર રાજયમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" અભિયાનને તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૩૧મી ઓક્ટોબર ૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે.જે અનુસાર રાજ્યની તમામ ગ્રામ /તાલુકા/જીલ્લા પંચાયતો તેમજ તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નું અમલીકરણ કરવા  અત્રેના જીલ્લામાં “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી"

નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ

Image
 નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'  ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરાયા નવસારી,તા.૨૧: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ નવસારી વિજલપોર નગપાલિકા દ્વારા સ્વચ્છતા હી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણદેવી નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી દ્વારા શાળામાં  નિબંધ લેખન, ચિત્રકામ અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. ગણદેવી નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેનશ્રી,આરોગ્ય ચેરમેનશ્રી, બાંધકામ ચેરમેનશ્રી પ્રેરક હાજર રહી બાળકોને  સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. બન્ને નગરપાલિકા ખાતે શાળામાં બાળકો અને શિક્ષકોએ શાળા કેમ્પસની સામુહિક સફાઇ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ પાઠવ્યો હતો. 

Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.

Image
Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ  ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં  💐 ચિત્રસ્પર્ધા -   નિધિ રાઠોડ પ્રથમ 🥇 💐 વાદન સ્પર્ધા - અભય રાઠોડ પ્રથમ 🥇 💐 બાળકવિ - મુમતાઝ ભૈયાત  દ્વિતીય🥈 💐 ગાયન સ્પર્ધા  આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા... Posted by  Moldhara Primaryschool  on  Saturday, September 21, 2024

ધરમપુર તાલુકાની શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરાનાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ.

Image
ધરમપુર તાલુકાની  શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરાનાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ. 20-09-2024નાં રોજ શ્રી એસ.વી.પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા, આસુરા, તા. ધરમપુર ખાતે ઉપસ્થિત રહી સાથી ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સાથે અત્યાધુનિક કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં કમ્પ્યુટર નોલેજ અને કમ્પ્યુટર ટેકનોલોજીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી,  ઉત્તમ કાર્ય બદલ તેમણે આયોજકોનો આભાર અભિવ્યક્ત કર્યો  હતો તથા સર્વે વિદ્યાર્થિઓને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Image
Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Tapi news: ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો

Image
  Tapi news: ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો  સ્વભાવ સ્વછતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે  સ્વચ્છતા હી સેવા  અંતર્ગત ડોલવણ તાલુકાના કલમકુઇ ગામે આશ્રમશાળાના બાળકોએ સ્વચ્છતા રેલી યોજી અને  ગ્રામજનો દ્વારા હાટ બજારની ફરતે સફસફાઈ અને વૃક્ષારોપણ કરી સ્વચ્છતા સહીત પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો