Posts

Showing posts from October, 2024

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Image
Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

Image
              એક દોડ દેશ કી એકતા કે નામ – નવસારી જિલ્લો બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ ખાતેથી ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો આ દોડમાં રમતવીરો સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા (નવસારી: મંગળવાર) : દેશમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરાના મઢી ગ્રાઉન્ડ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી બે કી.મી સુધીની ‘રન ફોર યુનિટી’ દોડ ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા સંકલ્પબદ્ધ બન્યા હતા અને નાગરિકોને એકતાનો સંદેશ આપ્યો હતો.   આ ‘રન ફોર યુનિટી’ દોડને ગણદેવીના ધારસભ્યશ્રી નરેશભાઇ પટેલ તથા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.  બીલીમોરાના મઢીના ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં યુવાનો અને નગરજનો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ મઢીના ગ્...

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

Image
 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

Image
  Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત ક...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Image
   Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કા...

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી.

Image
રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી. ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઇ હતી. વિશ્વરજસિંહ પરમાર ભારત દેશ તરફથી 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડી છે. હાલમાં ચીનમાં નવમો આંતર રાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહ્યો છે. જેમા ભારત દેશ તરફથી કુલ 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર ફક્ત એક ખેલાડી એવા વિશ્વરાજસિંહ મુકેશસિંહ પરમારને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. જે મેન્સ સિંગલ્સ,મેન્સ ડબલ અને મેન્સ ટીમ એમ કુલ 3 ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાં પછી તરત જ રમાનાર ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં પણ ભાગ લેનાર છે. ચાલુ વર્ષમાં રમાયેલ સિનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત રાજ્ય વતી પ્રતિનિધિત્વ કરીને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ એમ 2 મેડલ મેળવી ચૂક્યા છે. ચીખલી તાલુકાના અંતરિયાળ ગામે ક...

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

Image
                      Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે. મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024

ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024 દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

Image
ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024  દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન. આ કાયૅકમને સિસ્ટમેટીક અને પદ્ધતિસર આયોજન થકી આપણે  આગણે સૌ પ્રથમવાર  આયોજન કરવામા આવેલ‌ છે જેમા ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવુ ખુબ જરૂરી છે. 1. આદિવાસી સમાજના નવયુવાનોને ધંઘા-રોજગાર માટે  તાલીમબદઘ  અને સેમિનાર થકી પેકટીકલ , જ્ઞાન થકી આપને આકર્ષિત કરવામા આવશે. 2 આ કાયૅકમમા 50000લોકો મુલાકાત લેનાર છે  ભારત સરકારના કેન્દ્રીય રોજગાર કેન્દ્ર દ્વારા નોધણી કરવામા આવશે 3. હાલ સુરતમા આ‌ભારત સરકારના કેન્દ્રીય રોજગાર ક્ષેત્રમાં તાલીમ   લઈ રહેલા વિધાથીર્ઓને તાલીમ પુણૅ થયા પછી સરકારના સાહસ એકમોમા નોકરી માટે ગેરંટી આપી ભરતી કરવામા આવે છે 4. આપણા નજીકમા આવેલા સચીન વાપી તેમજ બીલીમોરા અને હજીરા જેવા‌ વિસ્તારોમાંથી આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં  હજારો નવયુવાનો કોઈપણ જાતના સિક્યોરિટી વગર  નોકરી  કરી રહ્યા છે તેમા તાલીમ સાથે પોતાનામા રહેલ હુન્નર થકી  આગળ નોકરી સિક્યોરિટી સાથે કરી શકાય. 5. આપણા સમાજમાં નવયુવાનોને યોગ્ય દિશા અને તાલીમ...

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.

Image
Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક થઈ છે.  ગુજરાત રાજ્યના 33 જીલ્લાના પ્રમુખશ્રીઓમાં ગુજરાત રાજ્ય કાર્યાધ્યક્ષનો  હોદ્દો નવસારી જિલ્લાને ફાળવાયો છે.હોય સમગ્ર નવસારી જિલ્લા માટે ખુશી અને ગૌરવની બાબત છે. નવસારી જિલ્લા ઘટક સંઘના તમામ હોદ્દેદારોએ દિલીપભાઇ પટેલને  અભિનંદન પાઠવ્યા. આ  સમાચાર સોશ્યલ મીડિયાનાં માધ્યમ દ્વારા વાયુ વેગે  પ્રસરતા શિક્ષકોએ પણ અભિનંદન પાઠવ્યા. દિલીપભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન💐💐 View this post on Instagram A post shared by @khergam_news_updates

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો

Image
   Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીત...